જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઘેટા બકરાની ચોરી કરતી તસ્કર ગેંગ સક્રિય બની છે, અને લતીપર રોડ પર દેવીપુજક વાસમાં રાત્રી દરમિયાન ત્રણ ભરવાડ પરિવારના 14 નંગ જેટલા ઘેટાં-બકરા અને બોકડા સહિતની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાઇ છે, જે તસ્કર ગેંગ ને પોલીસ શોધી રહી છે. આ પશુ ચોરીના બનાવની વિગત એવી છે કે, જામનગર જિલ્લાના ધ્રોળ માં લતીપર રોડ પર દેવીપુજક વાસ માં રહેતા અને પશુપાલન નો વ્યવસાય કરતા રવિભાઈ વકસીભાઈ વાઘેલાએ પોતાના વાડામાં રાખેલા ઘેટા બકરા પૈકીના નાના મોટા નવ નંગ ઘેટાં બકરાની કોઈ તસ્કરો ગત પાંચમી તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન ચોરી કરી લઈ ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. આ ઉપરાંત પાડોશમાજ રહેતા દિનેશભાઈ જગુભાઈ વાઘેલા નો એક બોકડો ચોરી થઈ ગયો છે, જ્યારે અન્ય પાડોશી મશરૂભાઈ રાતડીયા ની ચાર નંગ બકરીની પણ ચોરી થઈ ગયા નું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. કુલ 1,18,000ની કિંમતના 14 પશુઓની ચોરી થઈ હોવાનું જાહેર કરાયું છે. બનાવ અંગે ધ્રોળ પોલીસ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application