Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : ઈસ્લામપુરાનાં સાત ઈસમો જુગાર રમતા ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • August 29, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ઓટા ચાર રસ્તાથી પરોઠા હાઉસ તરફ આવતાં હાઈવે રોડ ઉપર આવેલ રસીદભાઈ અહમદભાઈ ખાટીકના ભંગારના શેડની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓને સોનગઢ પોલીસે સ્થળ ઉપરથી રંગે હાથ ઝડપી પાડ્યા હતા.


મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ રવિવારનાં રોજ મોડી સાંજે સોનગઢ ગામના ઓટા ચાર રસ્તાથી પરોઠા હાઉસ તરફ આવતા નેશનલ હાઇવે નંબર-53ના સર્વિસ રોડ ઉપર આવેલ રસીદભાઈ અહમદભાઈ ખાટીકના ભંગારના શેડની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં વગર પાસ પરમીટે ગંજીપાના વતી હારજીતનો જુગાર રમતા સાત જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.


ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો જેમાં દાવ ઉપરના રોકડ રૂપિયા તથા ઝડપાયેલ તમામની અંગ ઝડપીના રોકડ રૂપિયા અને 5 નંગ મોબાઈલ તેમજ 1 મોપેડ બાઈક મળી કુલ રૂપિયા 69,990/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસે જુગાર રમતા ઝડપી પાડેલ સાત જુગારીઓ...

1.રસીદ અહમદ ખાટીક (રહે.ઈસ્લામપુરા, સોનગઢ),

2.અલ્લાઉદ્દીન અનવર ખાટીક (રહે.ઈસ્લામપુરા ટેકરા, સોનગઢ),

3.શકુરભાઈ સુલેમાન ખાટીક (રહે.ઈસ્લામપુરા, આંગણવાડી પાસે, સોનગઢ),

4.આરીફ અનવર ખાટીક (રહે.ઈસ્લામપુરા, આંગણવાડી પાસે, સોનગઢ),

5.સલીમ દગુ કુરેશી (રહે.ઈસ્લામપુરા ટેકરા, સોનગઢ),

6.અનિશ સલીમ ખાટીક (રહે.ઈસ્લામપુરા ટેકરા, સોનગઢ) અને

7.ઈમરાન કરીમ શેખ (રહે.ઈસ્લામપુરા ટેકરા, સોનગઢ).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application