ભારત અને નેપાળ સહિત ત્રણ દેશોમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 રહી. ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તિબેટમાં બે જ કલાકમાં સાત વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 53 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 62થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
અહેવાલો અનુસાર, ભૂકંપ સવારે લગભગ 6.52 કલાકે આવ્યો હતો. નેપાળના કાઠમંડુ, ધાડિંગ, સિંધુપાલચોક, કાવરે, મકવાનપુર અને અન્ય ઘણાં જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતના ઘણાં શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે, ભારતમાંથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. 21મી ડિસેમ્બરે 2024ના રોજ નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. IIT કાનપુરના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અને જીઓસાયન્સ એન્જિનિયરિંગના નિષ્ણાત પ્રો. જાવેદ એન મલિકના જણાવ્યાનુસાર, વર્ષ 2015માં પણ નેપાળમાં 7.8 થી 8.1ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર પૂર્વ નેપાળ હતું. હિમાલય રેન્જમાં ટેક્ટોનિક પ્લેટ અસ્થિર થવાના કારણે ભૂકંપના આંચકા અનુભવાતા રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500