Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિહારમાં વરસાદ વચ્ચે વિજળી પડવાની ઘટનામાં સાત લોકોનો મોત

  • May 29, 2022 

ઉત્તર ભારતમાં ભિષણ ગરમી વચ્ચે કેટલાક રાજ્યોમાં હવામાને પલટો માર્યો હતો અને ભારે વરસાદ પડયો હતો. બિહારમાં વરસાદ વચ્ચે વિજળી પડવાની ઘટનામાં કુલ સાત લોકો માર્યા ગયા હતા. આ ઘટના બિહારના ભાગલપુર જિલ્લામાં સામે આવી હતી, જ્યાં વિજળી પડવાથી છ લોકો માર્યા ગયા હતા, જ્યારે આલમનગરમાં પણ આ જ પ્રકારની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.




બિહારમાં કેટલાક શહેરોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. જેથી નિચાણ વાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જેથી વિજળી ગુલ થઇ ગઇ હતી. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હોવાથી નવગછિયામાં મકાનો પર વૃક્ષો પડવાથી ભારે નુકસાન થયું હતું. ભાગલપુરમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. બીજી તરફ અનેક રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. જેને પગલે કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.




દિલ્હીમાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે. દિલ્હીમાં ૨૭મીએ ચોમાસાની શરૂઆતનું અનુમાન હતું જોકે તેમ નથી થયું. જ્યારે કેરળમાં આગામી બે દિવસમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. સેટેલાઇટની તસવીરો મુજબ કેરળ તટ અને દક્ષિમ પૂર્વ અરબ સમુદ્રમાં વાદળો છવાયેલા જોવા મળ્યા છે. જેથી આગામી બે ત્રણ દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.




કેરળની સાથે જ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડ્ડુચેરી, કરાઇકલમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે આગામી ચાર દિવસમાં જમ્મુ કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં પણ વરસાદની શક્યતાઓ છે. (ફાઈલ ફોટો)




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application