વલસાડ શહેરનાં પાલીહિલ-3માં સવારે વીજ લાઈનનાં નમી પડેલા જીવંત તાર અડી જતાં સાત ભેંસોને કરંટ લાગતાં ઘટના સ્થળે મોત થતાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, વલસાડ શહેરનાં તિથલ રોડ નજીક ભાગડાવડા ગામે પાલી હિલ-3 વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં ગતરોજ સવારે ભેંસ ચરવા માટે ગઈ હતી. તે દરમિયાન નીચા નમી પડેલા જીવંત વીજતાર અડી જતાં સાત ભેંસોને કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
જોકે આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું કે, પાલી હિલ-3 વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વીજ તાર નમી પડેલા હોય જે બાબતે અવાર-નવાર ડીજીવીસીએલમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેમછતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી વીજ કંપનીએ નહીં કરતા સાત ભેંસોના મોત થયા છે. ભેંસોના મોત થયાની ઘટનાની જાણ થતાં વલસાડ સીટી પોલીસની ટીમ, વલસાડ રૂરલ ડીજીવીસીએલની ટીમ, વલસાડ અગ્નિ વીર ગૌસેવાની ટીમ, ભેંસના માલિકો ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે વીજ કંપનીનાં કર્મચારીઓએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500