ઉત્તરાખંડનાં કુમાઉં મંડલનાં ભીમતાલમાં મોટી દુર્ઘટના બની છે. અલ્મોડાથી હલ્દ્વાની જઈ રહેલી રોડવેઝ બસ ભીમતાલ-રાનીબાગ મોટર માર્ગના આમડાલી નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. બસમાં 27 લોકો સવાર હતા. જેમાં હાલ ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે.
દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ-તંત્રએ ઘટના સ્થળે પહોંચીને બચાવ-રાહત કામગીરી હાથ ધરી છે. ખીણમાંથી ઘાયલોને બહાર કાઢવામાં ખૂબ મુશ્કેલી થઈ રહી છે. ઘાયલોને દોરડાં અને ખભા પર રાખીને પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, 15 એમ્બ્યુલન્સ હલ્દ્વાની મોકલવામાં આવી છે. મોટા સ્તરે બચાવ ટીમ કામે લાગી છે. હાલ ઘાયલોને સીએચસી ભીમતાલ લઈ જવાયા છે. જ્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application