તેલંગાણાનાં મહેબૂબ નગર જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટનાં ટળી ગઈ હતી. મહેબૂબ નગર ખાતે એક સ્કૂલ બસ 20 બાળકોને લઈને જઈ રહી હતી. આ દરમિયાન સ્કૂલ બસ માચનપલ્લી અને સિગુર ગડ્ડા ટાંડા વચ્ચેનાં અંડર બ્રિજ ખાતે પૂરનાં પાણીમાં ફસાઈ ગઈ હતી. આ કારણે 20 બાળકોનાં જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. સદનસીબે, આસપાસનાં લોકોએ ઉતાવળમાં રેસ્ક્યુ કરીને 20 બાળકોને બચાવી લીધા હતા, તેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
મહેબૂબ નગરનાં ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે, આ ઘટના સવારે 9 વાગ્યે ઘટી હતી. જોકે સ્કૂલ બસ 20 વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી. આ દરમિયાન તે માચનપલ્લી અને સિગુર ગડ્ડા ટાંડા વચ્ચેના અંડર બ્રિજ ખાતે ફસાઈ ગઈ હતી. ડ્રાઈવરને આશા નહોતી કે, પાણી આટલું ઉંડુ છે અને બસ તેમાં ફસાઈ જશે. બસ આગળ વધતાની સાથે જ પાણીમાં ફસાઈ ગઈ હતી.
ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તત્પરતા બતાવીને મદદ કરી હતી. પોલીસનાં અનુસાર લગભગ અડધી બસ પાણીમાં ડૂબી ગઈ હતી ત્યારે ડ્રાઈવરે બસ રોકી દીધી હતી. સદનસીબે તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બસને ટ્રેકટરની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આવી જ એક ઘટના ગત તા.7 જુલાઈનાં રોજ ગુજરાતનાં જામનગર ખાતે થઈ હતી. જ્યારે એક સ્કૂલ બસ પાણીમાં વહેવા લાગી હતી. આ દરમિયાન લોકોએ ઉતાવળમાં બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને ફાયર બિગ્રેડને માહિતી મોકલી હતી. ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને બસમાં ફસાયેલા બાળકો, ડ્રાઈવર અને અન્ય બે વ્યક્તિઓને બચાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500