આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો 3 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર ખાતે પ્રવાસ હતો આ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ સરપંચોને સંબોધન કરતા નવી ગેરન્ટી આપી હતી.AAPની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સરપંચોનો પગાર કરીશું અને સરપંચોને દર મહિને 10000 મળશે તેમ અરવિંદ કેજરીવાલે ગેરન્ટી આપી છે. એક સરપંચ પોતાના ગામમાં ચૂંટણી જીત્યો છે.વધુમાં કેજરીવાલે કહ્યું કે,જો તે ચૂંટણી જીત્યો હોય તો તેનો અર્થ એ છે કે લોકો તેને ચાહે છે, લોકો તેનું માન-સન્માન કરે અને તે લોકોનો નેતા હોય છે.ચૂંટણી જીત્યા પછી સરપંચ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને ગામના કામ માટે ખર્ચ કરતો હોય છે,સરકારી જગ્યાએ કામ કરવા જાવ તો ફંડ માગે છે,અમે એ બંધ કરીશું.AAPની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સરપંચોનો પગાર કરીશું અને સરપંચોને દર મહિને 10000 મળશે અને પછી ધીમે ધીમે તેને વધારીશું.
એક સરપંચને ગામનાં કોઇ વ્યક્તિએ કહ્યું કે, ગામમાં પાણી નથી, રોડ નથી, સફાઈ નથી. નાના-મોટા કામો કરવા માટે સરપંચ પાસે પોતાનું ફંડ હોવું જોઈએ. તેથી, ગુજરાતમાં AAPની સરકાર બન્યા બાદ દરેક પંચાયતને રાજ્ય સરકાર દ્વારા 10,00,000 રૂપિયાનું સીધુ ફંડ આપવામાં આવશે. અન્ય જે ભંડોળ પ્રાપ્ત થઈ રહ્યું છે તે મળતું રહેશે, પરંતુ હવે તમારે કોઈ ધારાસભ્ય કે જિલ્લા મેજિસ્ટ્રેટ સુધી હાથ લંબાવવાની જરૂર નથી. તમારે જનતાની સેવા માટે કોઈ પણ કામ કરાવવાનું હોય તો તમે તમારા ફંડનો ઉપયોગ જાતે કરી શકો છો.
અરવિંદ કેજરીવાલVCE (વિલેજ કોમ્યુટર એંટરપ્રિન્યોર) ના લોકોની મોટા પાયે એક જ માંગણી છે કે કામને હિસાબે આપવામાં આવતું કમિશન પહેલેથી જ ઘણું ઓછું છે અને રાજ્ય સરકાર તેમાંથી અમુક ભાગ લઇ લે છે. આ કમિશનબાજી બંધ કરીને દર મહિને એક પગાર હોવો જોઇએ.VCE ના સેક્રેટરીએ મને જણાવ્યું છે કે પગાર 20,000 પ્રતિ માસ હોવો જોઈએ. અમને આ મંજૂર છે. સરકાર બન્યા પછી આ કામ 28 ફેબ્રુઆરી પહેલા થઈ જશે.VCE ગામની દરેક વ્યક્તિને ઓળખે છે અને સરપંચ ગામના દરેક પરિવારને જાણે છે. હવે તમારે જનતાના વોટ મેળવીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનિઝરનાં બોરદા ગામની સીમમાં અજાણ્યા વાહન અડફેટે યુવકનું મોત
April 12, 2025ભરૂચ જિલ્લામાં ત્રણથી વધુ સ્થળે તસ્કરોએ હાથફેરો કર્યો
April 12, 2025