ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યનાં નાસિક જિલ્લાના પિંપળગાવ પોલીસ મથકે બાઈક ચોરીનો ગુન્હો નોંધાયેલો છે. જેમાં ચોરાયેલ પ્લેટિનમ મોટરસાઈકલને લઈને એક ઇસમ ગુજરાતનાં માળુંગા ચેકપોસ્ટ તરફ આવે છે. જે બાતમીનાં આધારે સાપુતારા પોલીસ સ્ટાફનાં માણસોએ વોચ ગોઠવીહતી અને માળુંગા ચેકપોસ્ટ પાસેથી મોટરસાઈકલ સાથે વિજય લહાનુ ધોંગડે (ઉ.વ.૩૦.,રહે.લાડગાવ,તા.સુરગાણજ,જિ.નાશિક,મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી. તેમજ ૧૫ હજારની કિંમતની પ્લેટિનમ મોટરસાયકલ પણ રિકવર કરવામાં આવી હતી. ત્યારે સાપુતારા પોલીસની ટીમે આરોપીને પકડી પાડી પિંપળગાવ પોલીસ મથકે આપવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application