સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં એક ઘરમાં નોકર તરીકે નોકરી મેળવી હતી ત્યારબાદ એ જ ઘરમાંથી નોકરના સ્વાંગમાં આવેલા ચોર ઈસમોએ 18 લાખના સોના ચાંદીના દાગીના અને દોઢ લાખ જેટલા રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી ગયા હતા. વાપી ટાઉન પોલીસ ગીતાનગર મુખ્ય માર્ગ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન રિક્ષામાં બેસેલા 2 શંકાસ્પદ ઈસમો ઉપર વાપી પોલીસને શંકા જતા ઇસમોને પોલીસ અટકાવે તે પહેલાં 2 આરોપીઓ રિક્ષામાંથી ભાગી ગયા હતા. વાપી પોલીસે પીછો કરીને બંને ઇસમોને ઝડપી ચેક કરતા દોઢ લાખ રોકડા અને સોના ચાંદીના ઘરેણાં મળી 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વાપી ટાઉન પોલીસે ઝડપી પાડી સેલવાસનો ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેકટ કરી બંને આરોપીઓને મુદ્દામાલ સાથે સેલવાસ પોલીસને હવાલે કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાની વાપી ટાઉન પોલીસની ટીમ ગીતાનગર પોલીસ ચોકી ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા. તે દરમ્યાન વાપી કોપરલી ચાર રસ્તા તરફથી એક રિક્ષામાં 2 અજાણ્યા ઇસમો બેઠા હતા. જે પૈકી એક ઇસમ પાસે એક કાળા કલરની રેકઝીનની મોટી બેગ હતી. શંકાસ્પદ રિક્ષા ઉભી રખાવી રિક્ષાની પાછળની શીટ ઉપર બેસેલા બન્ને ઇસમોને નીચે ઉતારી તેમના નામઠામની ખરાઇ કરતા દરમ્યાન બંને ઇસમો તેમની પાસેની કાળા કલરની બેગ લઇ નાશવા લાગતા બંને ઇસમોનો પીછો કરી પકડી પાડેલ અને તેમના નામઠામની ખરાઇ કરી તેમની પાસેથી કાળા કલર રેઝીનની બેગમાં તપાસ કરતા બેગમાંથી રોકડા રૂપિયાના બંડલો તથા સોનાના દાંગીના મળી આવેલ.
આરોપીઓની પુછપરછ કરતા તેઓએ સેલવાસમાં રહેતા જયનમ ઇલેશભાઇ શાહના મકાનમાંથી ચોરી સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. જયનમ ઇલેશભાઇ શાહના ઘરમાં સાફ-સફાઇ (નોકર)નું કામ કરતા હોવાની હકિક્ત જણાવેલ જે આધારે સેલવાસ પોલીસ મથકે ખરાઇ કરી આરોપીઓ તથા મુદ્દામાલનો કબજો વધુ તપાસ અર્થે સેલવાસ પોલીસને જાણ કરી આરોપીઓ અને મુદ્દામાલ સોંપી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500