વર્તમાન સરકાર સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે જનસુખાકારીના કરેલ કલ્યાણકારી કામોના વિવિધ સોપાનો પૈકી આજે સેવાયજ્ઞના આઠમા દિવસે ટાઉન હોલ વ્યારા ખાતે “શહેરી જન સુખાકારી દિવસ” નિમિત્તે રાજ્ય આદિજાતિ,વિકાસ,વન,મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે , ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર અનેક વિકાસ કામો કરી રહી છે જેના ભાગરૂપે વ્યારા નગરપાલિકા રૂ।. ૧૮.૧૨ કરોડ અને સોનગઢ નગરપાલિકાને રૂ।. ૧૫.૫૯ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે રાજ્ય સરકારની પારદર્શીતા અને બહુધા આદિવાસી લોકો પ્રત્યેની સંવેદના દર્શાવે છે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં જનકલ્યાણના અનેક કાર્યો સૂપેરે પાર પાડીને ગુજરાતને સમગ્ર દેશમાં વિકાસની બાબતે અગ્રેસર બનાવી દીધુ છે. છેવાડાના માનવીઓ સુધી અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા નાગરિકોને માળખાગત સુખાકારી સુવિધાઓ મળી રહે તે માટેની ચિંતા વર્તમાન સરકાર કરે છે. આ પ્રસંગે વધુમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઅના નેતૃત્વમાં ગુજરાત સરકારની સફળતા શૃંખલાના આઠમાં દિવસે “શહેરી જન સુખાકારી દિને” સમગ્ર રાજયમાં સર્વાંગી શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રી હસ્તે રૂપિયા ૧૦૦૦ કરોડના ચેક અર્પણ થઈ રહયો છે. ત્યારે તાપી જિલ્લાની વ્યારા અને સોનગઢ નગરપાલિકા મળીને કુલ રૂપિયા ૩૩.૭૧ કરોડના માળખાગત સુવિધાના વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત થનાર છે. જેમાં વ્યારા નગરપાલિકાને રૂપિયા ૧૮.૧૨ કરોડ અને સોનગઢ નગરપાલિકાને રૂપિયા ૧૫.૫૯ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલ છે આ વિકાસ કામોનો લાભ જરૂરીયાતમંદ માનવીને મળે તે ખુબ જરૂરી છે તેમ જણાવ્યું હ્તુ.
કાર્યક્રમમાં કલેકટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અનેકવિધ યોજનાના લાભો ગરીબોને સરળતાથી મળે તે દિશામાં સતત પ્રયત્નશીલ રહી છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની આગેવાની હેઠળની સરકારે ગરીબોને સ્પર્શતા પાયાના વિકાસ કામોને પ્રાધન્ય આપી રહી છે. તેમ જણાવી આજે સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજીત શહેરી જનસુખાકારી દિવસ પ્રસંગે વ્યારા અને સોનગઢ શહેરના વિકાસ માટે વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત થનાર છે.
ત્યારે વ્યારા નગરપાલિકાના રૂપિયા ૧૩.૮૧ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ તથા રૂપિયા ૪.૩૧ કરોડના કામોનું ખાતમુર્હત કરવા જઈ રહયા છીએ. વ્યારા ખાતે ફાયર સ્ટેશન બનાવવાનું કામ (ભૂમિપૂંજન) રૂપિયા ૧.૨૯ કરોડ, આશાવાડી કોલેજ રોડથી ગોલ્ડનનગર સુધી કપુરા રોડ ડામર રોડ બનાવવાનું કામ રૂપિયા૧.૭૦ કરોડ, આશાવાડી કોલેજ રોડથી ગોલ્ડનનગર સુધી કપુરા રોડ માઈનર બ્રીજ બનાવવાનું કામનું રૂપિયા ૨.૬૦ કરોડનું ખાતમૂહુર્ત જ્યારે વ્યારા શહેર ખાતે ૬.૫ MLD ક્ષમતાનો સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રૂપિયા ૧૩.૧૫ કરોડ, રીવરફ્રન્ટ ફુડ કોર્ટ એરિયા પાસે રાશી નવગ્રહ નક્ષત્ર વનનું રૂપિયા ૩૪.૩૯ લાખ, વ્યારાનગરમાં એલ.ઈ.ડી.સ્ટ્રીટલાઈટનું કામ રૂપિયા ૩૩ લાખ, અને લો મસ્ટ ટાવર રૂપિયા ૯.૭૦ લાખનું લોકાર્પણ જયારે સોનગઢ નગરપાલિકાના રૂપિયા ૧૫.૫૯ કરોડના કામોનું ખાતમુર્હત કરવા જઈ રહયા છીએ. જેમાં સોનગઢ ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ દ્વારા ૪.૫ MLD ક્ષમતાનો સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂપિયા ૧૧.૭૦ કરોડ અને સોનગઢ નગપાલિકા દ્વારા પાણી પુરવઠા વિભાગમાં ESR Sump WTP રૂપિયા ૩.૮૯ કરોડના કામનું ખાતમુહુર્ત થશે.
તેમણે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ સીટીના નવતર અભિગમમાં વ્યારા ટાઉન પણ આગામી દિવસોમાં રસ્તા, બાગ-બગીચા,ઇંફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છ્તા, પાર્કીંગ, અને વેપાર જેવા તમામ સોપાનોમાં ઉચ્ચ કક્ષાની સુવિધાઓથી સંપન્ન બની સ્માર્ટ સીટી તરીકે ઉભરી આવે તેવા સુચારૂ પ્રયાસોમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીના હસ્તે સોનગઢ નગરપાલિકાને રૂપિયા ૧.૧૨૫૦ કરોડ અને વ્યારા નગર પાલિકાને પણ ૧.૧૨૫૦ કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હ્તુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાપોદ્રામાં હીરાબાગ નજીક બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં આધેડનું મોત
November 24, 2024સુરત શહેરમાં યુવકને માંઠુ લાગતાં અને યુવતીએ બીમારીને કારણે આપઘાત કર્યો
November 24, 2024અમદાવાદનાં ઠક્કરનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને રોકી ધમકી આપી
November 24, 2024નાઘેડી ગામનો ભરણપોષણ અને મારામારીનાં કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
November 24, 2024