Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું 75 વર્ષની વયે નિધન

  • November 15, 2023 

સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું મંગળવારે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી  ગંભીર રીતે બીમાર હતા અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.આવતીકાલે તેમના પાર્થિવ દેહને લખનઉ લાવવામાં આવશે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.




સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના અરરિયામાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ હોલી ચાઈલ્ડ સ્કૂલ કોલકાતાથી લીધું હતું ત્યારબાદ તેણે યુપીના ગોરખપુરથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.સહારા ગ્રુપના પ્રમુખ બન્યા તે પહેલા તેમણે લાંબો સમય રિયલ એસ્ટેટમાં વિતાવ્યો હતો. તેમની પાસે રિયલ એસ્ટેટનો 18 વર્ષનો અનુભવ તેમજ 32 વર્ષનો વ્યાપક બિઝનેસ અનુભવ સાથે એક સમયના ભારતના 10 સૌથી શક્તિશાળી લોકોમાં રોયનું નામ સામેલ થતું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News