ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વારનાં વઘઇ નજીક રંભાસ પાસે રાજપીપળાથી નાસિક જતી એસ.ટી. બસને અકસ્માત સર્જાયો હતો, પરંતુ આ અકસ્માતમાં મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુજરાત એસટી સલામત સવારી, જવાબદારી તમારી રાજપીપળા નાસિક બસના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ માર્ગ સાઈડની સંરક્ષણ દીવાલ કુદાવી ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.
જયારે આ બસમાં 40 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે અકસ્માતમાં માત્ર એક મુસાફરને નજીવી ઇજા થવા સાથે 39 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. જયારે વઘઇ સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર અવરનવર અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતો હોય છે.
જોકે વરસાદી માહોલને પગલે એસ.ટી.બસનાં ચાલકે વરસતા વરસાદને પગલે ચીકણો થયેલ માર્ગ ઉપર બસ સરકી હોવાનું ચાલકે જણાવ્યું હતું. જેમાં એકનો પગ ફેકચર થતાં વઘઈ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે ચાલકે સમય સૂચકતાથી મુસાફરોના જીવ બચાવ્યા હતા અને ત્યારબાદ તમામ પેસેન્જરોને અન્ય બસમાં બેસાડી રવાના કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500