Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસ.ટી. નિગમમાં નિમણુંક પામેલ કર્મચારીઓએ CCC પરીક્ષા પાસ કરવાની રહેશે : એસ.ટી. નિગમે રાજ્યનાં તમામ ડેપોનાં અધિકારીઓને આદેશ કર્યો

  • May 18, 2023 

એસ.ટી. નિગમમાં સીધી ભરતીથી ફિક્સ પગારમાં નિમણૂક પામેલા કર્મચારીઓને બે વર્ષમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. ઉપરાંત CCC પરીક્ષાની તાલીમ ક્યાંથી લેવાની તે માટે માન્ય સંસ્થાઓની યાદી દરેક ડેપોમાં મોકલી આપવામાં આવી છે. આથી CCC પરીક્ષા માટે કર્મચારીઓ ફોર્મ ભરે તે માટે ખાસ તકેદારી રાખવા એસ.ટી. નિગમે રાજ્યનાં તમામ ડેપોના અધિકારીઓને આદેશ કર્યો છે. કર્મચારીઓને CCC પરીક્ષાની તાલીમ અંગેનું માર્ગદર્શન મળી રહે તે માટે તમામ ડેપો તેમજ વિભાગીય નિયામકની કચેરીમાં માન્ય સંસ્થાઓની યાદી મોકલી અપાઇ છે.






આથી જે કર્મચારીઓને પુરા પગારમાં સમાવેશ કર્યાને બે વર્ષ જેટલો સમય થયો હોય તેમ છતાં CCC પરીક્ષા પાસ કરી નથી. તેવા કર્મચારીઓને CCC પરીક્ષા પાસ કેમ કરવી જરૂરી છે તેની જાણકારી આપવાની રહેશે. ઉપરાંત CCC પરીક્ષા પાસ કરવાની બાકી હોય તેવા કર્મચારીઓને નિગમ દ્વારા માન્ય સંસ્થાઓમાં CCC પરીક્ષાની તાલીમ માટે ફોર્મ ભરાવવાના રહેશે. જેના માટે માન્ય સંસ્થાઓનો રૂબરૂ સંપર્ક કરીને કે પત્રથી સંસ્થાને પરીક્ષાનું આયોજન કરવા જણાવવાનું રહેશે. કર્મચારીઓ CCC પરીક્ષા પાસ કરે તે માટે ડેપો મેનેજરો તેમજ વિભાગીય નિયામકોએ અંગત રસ દાખવીને કામગીરી કરાવવાનો પણ આદેશમાં ઉલ્લેખ છે. જો CCC પરીક્ષા પાસ કરી નહી હોય તેવા કર્મચારીઓની સામે નિગમ દ્વારા લેવામાં આવનાર પગલાં સામે બંધન કર્તા રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application