સુરત જિલ્લાનાં કીમમાં ડોક્ટરની પત્નીના મોબાઇલ પર લોનનો મેસેજ અને લિંક મોકલી બંનેના અલગ અલગ ખાતામાંથી અજાણ્યા હેકર્સે કુલ ૫.૧૪ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. કીમ પોલીસે અજાણ્યા મોબાઈલ ધારક વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, કીમની જીવનધારા સોસાયટીમાં રહેતા ડોક્ટર રોહનકુમાર અમૃતલાલ પટેલ (ઉ.વ.૩૮)ની પત્ની કોમલબેનના મોબાઈલ ફોનમાં ગત તા.૦૭-૧૧-૨૦૨૪ના રોજ ૩.૬૪ લાખની લોન આપવાનો મેસેજ કરી ફોન ઉપર એચડીએફસી બેંકવાળી લિંક મોકલી અજાણ્યા મોબાઈલ હેકર્સ છેતરપિંડી કરી હતી.
હેકર્સે કોમલબેનનાં પંજાબ નેશનલ બેંક ખાતાનાં સેવિંગ એકાઉન્ટમાંથી જમા રૂપિયા અને એપ્રૂવ્ડ લોન મળી કુલ ૩,૮૧,૯૮૫/- જુદી જુદી જગ્યાએ ટ્રાન્સફર કરી દીધા હતા. અજાણ્યા ઠગે આટલેથી ન અટકી આ દંપતીના પંજાબ નેશનલ બેંક ક્રીમ શાખાના જોઈન્ટ એકાઉન્ટમાંથી પણ ૧,૩૩,૩૩૭/- રૂપિયા ઉપાડી લીધા હતા. બેંકનો મેસેજ આ વતા ચોંકી ઉઠેલા દંપતીએ તપાસ કરતા બંને એકાઉન્ટમાંથી કુલ ૫.૧૪ લાખ ગત તા.૭, ૮-૧૧-૨૦૨૪ના રોજ બે દિવસમાં જુદા જુદા માધ્યમથી અગલ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લેવાની જાણ થઈ હતી. ડો.રોહન પટેલે કીમ પોલીસ મથકે અજાણ્યા ફોન નંબરના ગ્રાહક ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500