Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાડીભેંસરોટ ગામના ડેપ્યુટી સરપંચના બેંક ખાતામાંથી રૂપિયા 25 હજાર ઉપડી ગયા

  • March 20, 2021 

ડિજિટલ બેન્કિંગ સુવિધા ગ્રાહકો માટે આશીર્વાદ સામાન સાથે પડકાર જનક બની રહી છે. એટીએમ ધરવતા અનેક ગ્રાહકો છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે. વાડીભેંસરોટ ગામના ડેપ્યુટી સરપંચના બેંક ઓફ બરોડાના ખાતામાંથી એકજ દિવસમાં 25 હજાર રૂપિયા ઉપડી જતા ભારે ચકચાર મચી હતી. ડેપ્યુટી સરપંચએ આ અંગે બેંક ઓફ બરોડા અને ઉકાઈ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી ન્યાયની માંગ કરી હતી.

 

 

 

 

સોનગઢ તાલુકાના દિલીપભાઈ શાંતાભાઈ ગામીત વાડીભેંસરોટ ગામના ડેપ્યુટી સરપંચ છે. તેઓના નામે બેંક ઓફ બરોડા,સિંગપુર શાખા ખાતે ખાતા નંબર-17678100002387 થી ખાતું ચાલી આવેલ છે અને જે ખાતાના એટીએમ માંથી દિલીપભાઈએ તા.15મી માર્ચે એક્સીસ બેંકના એટીએમ,સોનગઢ શાખામાંથી આશરે 4 કલાકે 20 હજાર રૂપિયા ઉપડ્યા હતા અને ત્યારબાદ તા.16મી માર્ચે દિલીપભાઈના ખાતામાંથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા 10 હજાર,10 હજાર અને 5 હજાર મળી કુલ 25 હજાર એટીએમ કેશ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા.

 

 

 

 

એટીએમ ડેપ્યુટી સરપંચ પાસે જ હોવાછતાં 25 હજાર કોઈએ બરોબાર ઉપાડી લેતા પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય તેવો ઝાટકો લાગ્યો હતો. આ અંગે વાડીભેંસરોટ ગામના ડેપ્યુટી સરપંચ દિલીપભાઈએ બેંક ઓફ બરોડા અને ઉકાઈ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી હતી અને અજાણી વ્યક્તિ સામે સખ્ત કાયદેસરની કાનુની કાર્યવાહી કરી ખાતામાંથી કપાત થયેલ રકમ પરત અપાવવાની માંગ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application