Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 22 બાળકોને રૂપિયા 10 લાખ સહાય મળશે

  • May 31, 2022 

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર સુરત જિલ્લાના 22 બાળકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન હેઠળ આવરી લેવાયા હતા. આ નિરાધાર બાળકોને 23 વર્ષ પૂર્ણ થયા બાદ રૂપિયા 10 લાખની સહાય મળશે. અઠવાલાઇન્સ જિલ્લા સેવા સદનના સભાખંડમાં પી.એમ કેર ચિલ્ડ્રન યોજના વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઇ હતી.




જેમાં જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ અવસરે પ્રધાનમંત્રીએ દેશભરના બાળકો સાથે વર્ચ્યુઅલી સંવાદ સાંધતા જણાવ્યુ હતુ કે, કોરોનાકાળમાં પોતાના માતા-પિતા ગુમાવ્યા હોય તેવા હતભાગી બાળકોની પડખે સમ્રગ દેશ ઉભો છે. આવા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારની અનેક હેઠળ આવરી લેવાયા છે. બાળકોના આરોગ્ય, શિક્ષણની જવાબદારી સરકાર વહન કરશે. ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા તથા યોગ જેવા અનેક અભિયાનોમાં જોડાઇને જીવનમાં નાસીપાસ થયા વિના મક્કમ મનોબળથી સંકલ્પસિદ્વિના માર્ગે આગળ વધવાનો અનુરોધ વ્યકત કર્યો હતો.




સુરત જિલ્લામાં માતા-પિતા વિહોણા 22 બાળકોને આ યોજના હેઠળ આવરી લેવાયા છે. આ બાળકોને દર મહિને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ રૂપિયા 4 હજારની સહાય, આયુષ્યમાન કાર્ડ થકી રૂપિયા 5 લાખનું વીમા કવચ, 18 વર્ષની ઉમરથી માસિક સ્ટાઇપેન્ડ સાથે 23 વર્ષની ઉમર બાદ રૂપિયા 10  લાખની સહાય પ્રાપ્ત થશે. જોકે 10 વર્ષથી ઓછી વયના બાળકોને કેન્દ્રીય વિદ્યાલય અથવા આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application