કેન્દ્રીય કેબિનેટે સરકારી ટેલિકોમ કંપની BSNLને પુનઃજીવિત કરવા માટે 1.64 લાખ કરોડ રૂપિયાનાં પેકેજને મંજૂરી આપી છે તેમ ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈશ્ણવે જણાવ્યું છે. પેકેજના ત્રણ ભાગ છે. સેવાઓમાં સુધાર, બેલેન્સશીટ મજબૂત બનાવવી અને ફાઇબર નેટવર્કનું વિસ્તાર. ટેલિકોમ પ્રધાન અશ્વિન વૈશ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અંગે પત્રકારોને જણાવ્યું હતું કે, સરકાર BSNLને 4G સેવા શરૂ કરવા માટે સ્પકેટ્રમની ફાળવણી કરશે.
પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલા પેકેજમાં 43,964 કરોડ રૂપિયા રોકડ અને 1.2 લાખ કરોડ રૂપિયા બિન રોકડ સ્વરૂપમાં આગામી ચાર વર્ષમાં આપવામાં આવશે. ટેલિકોમ પ્રધાને આપેલી માહિતી મુજબ ભારત બ્રોડબેન્ડ નિગમ લિમિટેડ (BBNL)ને BSNL સાથે મર્જ કરવામાં આવશે અને 44,993 કરોડ રૂપિયાનાં ખર્ચે 900/1800 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવશે. આ રકમ ઇક્વિટી ઇન્ફ્યુઝનના ભાગરૂપે આપવામાં આવશે.
સરકાર ફોર-ડી ટેકનોલોજી સ્ટેક વિકસિત કરવા માટે આગામી ચાર વર્ષ દરમિયાન 22,471 કરોડ રૂપિયાનું મૂડી ખર્ચ કરશે. આ ઉપરાંત સરકાર 2014-15થી 2019-20 દરમિયાન કરવામાં આવેલ કોમર્શિયલ ગ્રામીણ વાયરલાઇનનાં કામ માટ BSNLને 13,789 કરોડ રૂપિયા આપવામાં આવશે.દેશના અંતરિયાળ ગામોમાં 4G સેવા ઉપલબ્ધ કરાવવા માટે 26,316 કરોડ રૂપિયાનાં કુલ ખર્ચવાળી એૈક યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500