મુંબઈ-સુરત રેલ્વે લાઈન પર સચિન-ભેસ્તાન વચ્ચે આવેલા રેલ્વે ક્રોસિંગ નં.૧૪૨ રોડ ખાતે ઓવર બ્રીજ બનાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી. વસાવાએ એક હંગામી જાહેરનામા દ્વારા તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી રેલ્વે ફાટક નં-૧૪૨ ને બંધ કરવાનો હુકમ કર્યો છે.
વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને કોઇ ટ્રાફીક અવરોધ ઉભો ન થાય તે માટે ટ્રાફીક ડાયવર્ઝનના વિકલ્પ તરીકે વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર ભેસ્તાન રેલ્વે ઓવરબ્રીજ ઉપરથી થઇ શકશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application