તારીખ ૮ માર્ચ થી ૧૬ માર્ચ દરમિયાન તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે આવેલ સુગર ફેકટરીના મેદાનમાં પૂજ્ય મોરારજી બાપુની રામકથા યોજાનાર છે. આ રામકથામાં સંતો, મંત્રીઓ, વિદેશમાં રહેતા ભારતીયો, સુરત શહેર અને નવસારી ગ્રામ્ય તેમજ તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો પધારનાર હોઇ આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાય રહે તે માટે ૮ થી ૧૬ માર્ચ સુધી સવારના ૮ વાગ્યાથી રાત્રીના ૨૨.૦૦ કલાક સુધી ભારે વાહોનાના અવરજવર માટે પ્રતિબદં મુકી નીચે સુચવેલ માર્ગનો ઉપયોગ કરવા અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડ્યું છે.
જાહેરનામાં મુજબ (૧) સોનગઢ-ઉકાઇ રોડ ઉપર આવેલ કેબીસી હોટલની સામે ત્રણ રસ્તાથી દેવજીપુરા આવાસ,દેવજીપુરા ત્રણ રસ્તાથી ઘોડા,વાગદા,બરડીપાડા ગામ જતા રસ્તા પરના વાહનોએ સોનગઢ-ઉકાઇ રોડ પર આવેલા સિંગલખાંચ ગામથી વાડીભેંસરોટ થઇ ઘોડા-વાગદા-બરડીપાડા તરફ જવાનું રહેશે જ્યારે (૨) ઘોડા,વાગદા,બરડીપાડા ગામ તરફ સોનગડ ટાઉનમાં પ્રવેશતા માર્ગ તરફ જતા વાહનોએ ઘોડા,વાગદા,બરડીપાડા ગામ થઈ વાડીભેંસરોટ, સીંગલખાંચ સોનગઢ-ઉકાઇ તરફ જવાનું રહેશે. (૩) સોનગઢ-ઉકાઇ રોડ ઉપર આવેલ કેબીસી હોટલની સામે ત્રણ રસ્તાથી દેવજીપુરા આવાસ, દેવજીપુરા ત્રણ રસ્તાથી દુમદા,વાઘનેરા,સિંગપુર તરફ જતા રસ્તાના વાહનો દુમદા ચોકડીથી વાઘનેરા-ઘોડાગામથી સીંગલખાંચ તરફ જઈ શકશે. (૪) દુમદા,વાધનેરા,સીંગપુર તરફથી સોનગઢ ટાઉનમા પ્રવેશતા માર્ગે આવતા વાહઓનોએ દુમદા ચોકડીથી કેલાઇ થઈ વેલઝર તરફ જવાનું રહેશે. નિયમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500