દાદર નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સેલવાસમાં 193.2 mm 8 ઇંચ વરસાદ પડ્યો છે. જે સાથે સિઝનનો કુલ વરસાદ 1119.4 mm 44.76 ઇંચ વરસાદ થયો છે. જોકે સાંજે 6 વાગ્યે મધુબન ડેમનું લેવલ 71.90 મીટર ડેમમાં પાણીની આવક 90024 ક્યુસેક અને પાણીની જાવક 118789 ક્યુસેક છે.
જયારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા 1.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતું. ખાન વેલ સાકર તોડ નદીમાં પણ બંને કાંઠે વહેતી જોવા મળી હતી. દમણગંગા નદીમાં પાણીની આવક વધતા રિવરફ્રન્ટ હાલમાં પણ બંધ પડેલો જોવા મળ્યો હતો.
વધુમાં પ્રશાસન દ્વારા નદીની આજુબાજુનાં ગામના લોકોને સાવચેત રહેવા તાકીદ કરી છે. ખાનવેલ ખુટલી ગામનો મુખ્ય રસ્તો જે વરસાદ શરૂ થાવ પહેલા બનાવવા માટે ખોદી નાખવામાં આવ્યો હતો જે રસ્તાની હાલત એકદમ ખરાબ થઇ ગઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500