Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સેલવાસ રોડ પર ટેમ્પા ચાલકે ટક્કર મારતાં રીક્ષા પલટી, પાંચને ઈજા પહોંચી

  • February 12, 2025 

સેલવાસ રોડ ઉપર ચણોદ ગેટ પાસે એક પૂરઝડપે હંકારી જતા ટેમ્પા ચાલકે ઓટો રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા પલટી મારી ગઈ હતી અને અંદર સવાર મુસાફરો પૈકી પાંચને ઈજા પહોંચી હતી. જેમાં એકની હાલત ગંભીર હોવાની વિગતો મળી રહી છે.


વાપી જીઆઈડીસી પોલીસ મથકે વિજયભાઈ વાસાભાઈ રામ (રહે.જુનાગઢ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સેલવાસ ખાતે ફોરેસ્ટરની ભરતી થવાની હોવાથી તેનો ઇન્ટરવ્યુ આપવા માટે કોલ લેટર આવતા તેઓ પોતે તથા મિત્ર હિરેનભાઈ મેણસીભાઈ ગાધે (રહે.ગીર સોમનાથ) રાજકોટથી ટ્રેનમાં બેસી વાપી આવ્યા હતા. જ્યાં તેઓ સ્ટેશન ઉપર ઉતરી ઓટો રીક્ષામા બેઠા હતા.


આ સમયે રીક્ષામાં સાથે અન્ય ત્રણ પેસેન્જર પણ હતા. રીક્ષા વાપી જી.આઈ.ડી.સી. સેલવાસ રોડ ઉપર ચણોદ ગેટની સામે સર્કલ પાસે આવતા એક ટેમ્પોના ચાલકે ગફ્લતભરી રીતે અચાનક બીજા રસ્તેથી હંકારી ઓટો રીક્ષાને ટકકર મારી હતી. તેથી રીક્ષા રોડ ઉપર પલટી મારી જતા હિરેનભાઈને માથાના ભાગે ઇજા થઈ હતી. જ્યારે અન્ય ત્રણ પેસેન્જર પૈકી એકને પગના ભાગે ઇજા થઈ હતી. વધુમા બીજા બે પેસેન્જરને પણ વત્તી ઓછી ઈજાઓ થઈ હતી. ઘટના બાદ ૧૦૮ એમ્બ્યુલન્સમાં હિરેનભાઈને બેસાડી વાપી હરીયા હોસ્પિટલમાં ખસેડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application