શહેરમાં ફરીથી રિક્ષા ચાલક ટોળકી સક્રિય થઈ છે. વરાછા, ગોડાદરા અને ડિંડોલી વિસ્તારમાં ટોળકીઍ મુસાફરને આગળ પાછળ ખસવાનું કહી નજર ચુકવી મોબાઈલ ચોરી લીધા હતા. આ ત્રણેય બનાવમાં ટોળકીઍ કુલ રૂપીયા ૪૧ હજરના મોબાઈલ ચોરી કર્યા હતા.
વરાછા પોલીસના જણાવ્યા મુજબ કાપોદ્રા માતુશક્તિ સોસાયટીની બાજુમાં નંદનવન સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાની મજુરી કરતા સનાભાઈ નથુભાઈ જાગતીયાની નજર ચુકવી ગત તા ૨૪મીના રોજ રીક્ષામાં બેસીને જતા હતા તે વખતે વરાછા રાધાકુષ્ણ મંદિર પાસેથી રીક્ષામાં પાછળ બેસેલા બે અજાણ્યાઓઍ આગળ પાછળ ખસવાનું કહી નજર ચુકવી રૂપિયા ૧૪,૦૦૦ની કિંમતનો મોબાઈલ ચોરી લીધો હતો.
ગોડાદરા પોલીસના જણાવ્યા મુજબ આસપાસ મંદિર પાસે રહેતા વિશાલકુમાર શિવપ્રસાદ કેવટ (ઉ.વ.૨૪) ફેબ્રિકેશનનની દુકાન ધરાવે છે. વિશાલકુમાર ગઈકાલે રીક્ષામાં બેસીને ગોડદરા પટેલનગર પાસેથી પસાર થતો હતો,તે દરમયાન રીક્ષામાં પાછળ બેસેલા ત્રણ અજાણ્યાઓઍ વાતચીતમાં નજર ચુકવી ખિસ્સામાંથી રૂપિયા ૧૪,૯૯૦ ની કિંમતનો મોબાઈલ ચોરી લીધો હતો.
ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ નવાગામ મહાદેવનગર ખાતે રહેતા પ્રદીપ લક્ષ્મણ સાતવ (ઉ.વ.૩૪) ગઈકાલે સવારે નવ વાગ્યે ઘરેથી પાંડેસરા જવા માટે રીક્ષા ભાડે કરી હતી. રીક્ષા સી.આર,પાટીલ રોડ થઈને મહારાણા પ્રતાપ ચોક ઓવરબ્રિજના છેડેથી પહોચતી રીક્ષામાં અગાઉ બેસેલા ત્રણ અજાણ્યાઅઓઍ પ્રદીપને આગળ પાછળ ખસવાનું કહી નજર ચુકવી મોબાઈલ ચોરી લીધો હતો.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500