ભરૂચનાં ઝઘડિયા તાલુકામાં વાઘપુરા નજીક મુખ્ય ધોરીમાર્ગ પર રીક્ષા અને ટ્રેકટર વચ્ચે થયેલ અકસ્માતમાં ગંભીર રીતે રીક્ષા ચાલકનું પંદર દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ઝઘડિયા તાલુકાના સેલોદના વતનીમહેમુદ મહંમદ મલેક ગત તારીખ ૪ નારોજ રાતના તેઓ નાઇટ શિફ્ટમાં નોકરીએ જવા નીકળ્યા હતા. ત્યારબાદ તેમના દિકરાની તબિયત બગડતા આ બાબતની જાણ મહેમુદ મલેકને કરવામાં આવતા તેઓ પરત આવવા નીકળ્યા હતા. તે દરમિયાન વાઘપુરા નજીક તેમની રીક્ષા આગળ ચાલતા એક ટ્રેકટર સાથે અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહેમુદભાઈને ભરૂચ ખાતે ખાનગી દવાખાનામાં સારવાર માટે લઇ જવાયા હતા. ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતાં મહેમુદભાઈનું મોત થયું હતું. અકસ્માત સંદર્ભે મૃતકના જમાઇએ ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application