૧૮૧ મહિલા હેલ્પલાઇન પર થર્ડ પાર્ટી દ્વારા કોલ આવતા જણાવેલ કે એક અજાણી મહિલા સોનગઢ બસ સ્ટેશન પર છે હાલ લોકડાઉન હોવાથી બધુ બંધ છે તેથી તેમની મદદ માટે ૧૮૧ હેલ્પલાઇનની જરૂર છે ટીમ સાથે સ્થળ પર પહોંચી કાઉન્સિલ કરતા પીડિત મહિલાએ જણાવેલ કે તે સોનગઢ પીપળકૂવા ગામમાં રહે છે. અને છેલ્લા ૩-૪ દિવસથી સોનગઢ માં છે તેમનું વધુ કાઉન્સિલ કરતા જણાવેલ કે તેઓ મમ્મી સાથે ૨ જણા રહે છે.
પીડિત મહિલાએ જણાવેલ સરનામે લઈ જઈ તેમના મમ્મીને મળ્યા તો જાણવા મળેલ કે પિડીત મહિલા માનસિક બીમાર છે વારંવાર ઘર માંથી નીકળી જાય છે એમ જણાવેલ, પીડિત મહિલાના મમ્મીને તેમની યોગ્ય સારવાર કરવા માટે જણાવેલ અને તેમને મમ્મીને હેન્ડઓવર કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application