રાષ્ટ્રપતિના ઘોડેસવાર સુરક્ષા ગાર્ડની ટુકડીના સૌથી વિશેષ અશ્વ વિરાટને આજે ભારતીય સેના દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યુ છે. રાષ્ટ્રપતિના સુરક્ષા ગાર્ડની ટુકડીમાં સામેલ વિરાટ આજે રિટાયર થઈ ગયો છે. આજે તેણે રિપબ્લિક ડેની પરેડમાં ભાગ લીધો હતો અને રાજપથ પર જ તેણે નિવૃત્તિ લીધી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ઘોડાની પીઠ થપથપાવી હતી અને તેને વ્હાલભરી વિદાય આપી હતી. વિરાટનુ 15 જાન્યુઆરીએ આર્મી ડેની પૂર્વ સંધ્યાએ આર્મી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. વિરાટ 13 વખત પરેડમાં ભાગ લઈ ચુકયો છે. તે પરેડમાં સૌથી વિશ્વાસપાત્ર અશ્વ મનાતો હતો. તેને 2003માં ગાર્ડસ ટુકડીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને ચાર્જરનો હોદ્દો આપવામાં આવ્યો હતો. અંગરક્ષકોની ટુકડીમાં સામેલ કરતા પહેલા તેને તાલીમ અપાઈ હતી તે વખતે વિરાટ ત્રણ વર્ષનો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application