ઉમરગામના નારગોલ દરિયા કિનારે રાત્રે ભરતીના પાણીમાં મહાકાય વહેલ માછલીના અવશેષ તણાઇ આવ્યા હતાં. જાણ થતા બીજા દિવસે સ્થાનિક લોકોનું ટોળું જોવા માટે ઉમટી પડ્યું હતું.આ અંગ સરપંચને જાણ થતા તેમણે સામાજિક વન વિભાગને જાણ કરતા તેઓએ સ્થળ પર ધસી આવી દરિયા કિનારે તણાઈ આવેલ વહેલ માછલીના અવશેષોને દરિયા કિનારેથી હટાવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
ઉમરગામના નારગોલ દરિયા કિનારે રાત્રે ભરતીના પાણીમાં મહાકાય વહેલ માછલીના અવશેષ તણાઇ આવ્યા હતાં. જાણ થતા બીજા દિવસે સ્થાનિક લોકોનું ટોળું જોવા માટે ઉમટી પડ્યું હતું.આ અંગ સરપંચને જાણ થતા તેમણે સામાજિક વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અમિતભાઇ ટંડેલને જાણ કરતા તેઓએ સ્થળ પર ધસી આવી દરિયા કિનારે તણાઈ આવેલ વહેલ માછલીના અવશેષોને દરિયા કિનારેથી હટાવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
નારગોલ દરિયા કાંઠે તણાઇ આવેલી આ વ્હેલ આશરે 25 ફૂટ લાંબી હોવાનું જણાયું હતું જેના જડબા સહિત ખોળિયું નારગોલના ચોર તલાવડી વિસ્તારના દરિયા કિનારે સંપૂર્ણ કોહવાયેલી હાલતમાં હતું. આ પ્રકારની વહેલ માછલી બે વર્ષ પહેલા નારગોલના દરિયા કિનારે મળી આવી હતી જેનું વેટરનરી ડોકટર દ્વારા પી.એમ કરાવી મૃત માછલીનો નિકાલ કરવામાં આવ્યો હતો.ઉપરાંત બે વર્ષની અંદર ત્રણ મૃત ડોલ્ફિન પણ દરિયા કિનારે મળી આવવાના બનાવો બન્યા છે.ઉમરગામ તાલુકાના દરિયા કિનારે ખાસ કરીને ચોમાસામાં દરિયાની ભરતી સાથે વહેલ માછલી તેમજ ડોલ્ફિન સહિત અનેક જળ સૃષ્ટિ મૃત હાલતમાં મળી આવતી હોય છે જેને લઇ પર્યાવરણ પ્રેમીમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application