લાલ દરવાજા રેશન ભવન મેઈન રોડ ખાતે આવેલ સેન્ટ્રલ બેન્ક ૦ફ ઈન્ડીયાના લોકરમાં મુકેલા ઍનઆરઆઈના ૭૫ ગ્રામ દાગીના તેના કૌટુંબીક સંબંધીઍ બારોબાર વેચી નાંખ્યા હતા તેમજ નવા દાગીના બનાવી આપવાને બહાને વધુ ૧૦ લાખ પડાવી છેતરપિંડી કરી હતી,
બનાવ અંગે મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ ઓલપાડ કરશનપુરા આદિત્ય રો હાઉસમાં રહેતા અને ઈલેકટ્રોનિક્સ ચીજવસ્તુઓનો શો રૂમ ધરાવતા ચેતનકુમાર ભવરલાલ શાહ (ઉ.વ.૪૬)ઍ ધવલ સુરેશ પટેલ (રહે. ઍકતા ઍપાર્ટમેન્ટ ગોતાલાવાડી કતારગામ) સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં જણાવ્યું હતું લંડન ખાતે રહેતો મિત્ર મિતુલભાઈ ચંપકભાઈ પટેલનું લાલ દરવાજા રેશન ભવન ખાતે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયામાં લોકર ધરાવે છે અને જેમાં ૭૫ ગ્રામ દાગીના મુક્યા છે. મિતુલ પટેલ આ લોકરમા ઓથોરીટી તરીકે તેના કૌટુબિંક ધવલ પટેલ, તેની માતા ઉર્મિલાબેન અને બહેન નું નામ રાખ્યું હતુ.
દરમ્યાન ધવલ પટેલની દાગીના ઉપર દાનત બગડી હતી. અને તેને આપેલ ઓથોરિટીનો દુરપયોગ કરી મિતુલ કે તેના પરિવારનો ગેરહાજરીનો લાભ ઉઠાવી તેમની જાણ બહાર ગત સપ્ટેમ્બર ૨૦૧૮ બાદ લોકરમાંથી દાગીના કાઢી વેચી નાંખ્યા હતા. આ અંગેની જાણ મિતુલભાઈને થતા તેઓએ ધવલને દાગીના તેના માતાની યાદગીરીના હોવાથી ફરીથી તેવા જ દાગીના બનાવી આપવાની વાત કરતા ધવલે દાગીના બનાવવા માટે વધુ ૧૦ લાખ રૂપિયા લીધા હતા. રૂપિયા લીધા બાદ ધવલે દાગીના બનાવ્યા ન હતા અને રૂપિયા બારોબાર પોતાના અંગત કામોમાં વાપરી નાંખ્યા હતા. મિતુલ પટેલને તેની સાથે કૌટુબિંક ધવલ પટેલ દ્વારા ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા તેમના કહેવાથી મિત્ર ચેતનકુમાર શાહને પાવર ઓફ ઍર્ન્ટની આધારે ફરિયાદ નોધાવતા પોલીસે ધવલ પટેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500