ગુજરાતમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. કોરોના મહામારીને પગલે હાલમાં ૮ મહાનગરોમાં રાત્રિના ૧૧ થી સવારે ૬ સુધી નાઇટ કરફ્યૂ હોય છે. પરંતુ જન્માષ્ટમી માટે ૮ મહાનગરોમાં ખાસ પરવનાગી આપવામાં આવી છે અને ત્યાં ૩૦ ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફ્યૂ ૧ વાગ્યાથી અમલી કરાશે. જન્માષ્ટમી પૂર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તેના માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ પર યાત્રાની છૂટ અપાશે. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ૨૦૦ લોકોને દર્શન માટે છૂટ અપાઇ છે. મંદિર પરિસરમાં આવતી દરેક વ્યક્તિએ કોવિડ ગાઇડલાઇન્સ એસઓપીનું પાલન કરવું પડશે. જેના ભાગરૂપે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે. જોકે, જન્માષ્ટમીના તહેવારોમાં લોકમેળાની પરવાનગી અપાશે નહીં.
અમદાવાદના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે કોવિડ ગાઇડલાઇન્સ સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. સોમવારે સવારે ૮ થી રાત્રે ૧ સુધી જન્માષ્ટમી પર્વ ઉજવાશે. સવારે ૧૦ કલાકે અભિષેક-પૂષ્પાંજલિ-મહા આરતી થશે. મંગળવારે નંદોત્સવની ઉજવણી કરાશે. મુખ્યમંત્રીએ ગણેશોત્સવનું પર્વ આગામી ૯ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તદ્દઉપરાંત સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનું પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે 2 ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application