કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ તાપી જિલ્લાને વધુને વધુ ભરડામાં લઈ રહ્યું છે અને દરરોજ કેસની સંખ્યા વધી રહી છે. કોરોના કેસના આંકડાએ છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત રેકોર્ડ તોડ્યો છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ 41 નવા કેસ નોંધવામાં આવ્યા છે. તે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 41 નવા કેસ નોંધાયા છે અને 2 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકો સાજા થયા છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા આશરે 143 જેટલી છે.
તાપી જિલ્લામાં ગુરુવાર નારોજ સાંજે કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.કોરોનાની સારવાર દરમિયાન વધુ 2 લોકોના મોત સાથે કોરોના પોઝીટીવ દર્દીના 41 નવા કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1207 કેસો નોંધાયા ચુક્યા છે, અત્યાર સુધી કુલ 1000 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. તેમજ વ્યારાના ગોલવાડ વિસ્તારમાં રહેતા 76 વર્ષીય મહિલા અને ડોલવણ તાલુકાના બેસનીયા ગામમાં 45 વર્ષીય નું કોરોના ની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
આ સાથે સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ 55 દર્દીઓ મોત અને કોરોનાથી 8 દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ 64 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 899 સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.15મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના 41 નવા કેસ નોંધાયા છે.
35 વર્ષિય પુરુષ-વાંકવેલ,તા.સોનગઢ, 60 વર્ષિય મહિલા-દક્ષિણ ફળિયું-ગોપળપુરા-સોનગઢ, 60 વર્ષિય મહિલા-મંદિર ફળિયું-ધમોડી,તા.સોનગઢ, 59 વર્ષિય મહિલા-નિશાળ ફળિયું-આમલપાડા,તા.સોનગઢ, 7 વર્ષિય બાળા-મંદિર ફળિયું-ગુંદી,તા.સોનગઢ, 48 વર્ષિય પુરુષ-દાદરી ફળિયું-મોટીખેરવાણ,તા.સોનગઢ, 29 વર્ષિય મહિલા-કેશરીનંદન સોસાયટી-સોનગઢ, 40 વર્ષિય મહિલા-નિશાળ ફળિયું-ધમોડી,તા.સોનગઢ, 25 વર્ષિય મહિલા-આમલી ફળિયું-છીરમા,તા.વ્યારા, 50 વર્ષિય પુરુષ-સોનગઢ, 60 વર્ષિય પુરુષ-નિશાળ ફળિયું-ખાંજર,તા.સોનગઢ, 24 વર્ષિય મહિલા-ઓવારી ફળિયું-ડોસવાડા,તા.સોનગઢ, 55 વર્ષિય પુરુષ-ખેરવાડા,તા.સોનગઢ, 41 વર્ષિય પુરુષ-નિશાળ ફળિયું-આમલી,તા.સોનગઢ, 26 વર્ષિય પુરુષ –કણબીવાડ-જામણિયા,તા.વાલોડ, 65 વર્ષિય મહિલા-ચાર રસ્તા-વાલોડ, 45 વર્ષિય પુરુષ-સુંદરનગર-વાલોડ, 60 વર્ષિય મહિલા-તળાવ ફળીયું-બુહારી,તા.વાલોડ,
35 વર્ષિય પુરુષ-પાંચ ફળિયુ- ખાનપુર,તા.વ્યારા, 37 વર્ષિય પુરુષ-વચલુ ફળિયુ-દેગામા,તા.વાલોડ, 49 વર્ષિય પુરુષ-બજાર ફળિયુ-બાજીપુરા,તા.વાલોડ, 32 વર્ષિય પુરુષ-PHC-કલમકુઇ, 38 વર્ષિય પુરુષ-રબારી ફળિયુ-કહેર,તા.વાલોડ, 45 વર્ષિય પુરુષ-જુના ભક્તા ફળિયુ-સ્યાદલા,તા.વાલોડ, 15 વર્ષિય કિશોર-પટેલ ફળિયુ-કણજોડ,તા.વાલોડ, 64 વર્ષિય પુરુષ-સુંદરનગર-વાલોડ, 52 વર્ષિય પુરુષ-જાગૃતિ ફળિયુ-મગરકુઇ,તા.વ્યારા, 43 વર્ષિય પુરુષ-કણજા,તા.વ્યારા, 35 વર્ષિય પુરુષ-છિંડિયા,તા.વ્યારા, 76 વર્ષિય મહિલા-ગોલવાડ-વ્યારા, 52 વર્ષિય પુરુષ-અભિશેક એસ્ટેટ-વ્યારા, 46 વર્ષિય પુરુષ-રત્નમણીનગર-વ્યારા, 59 વર્ષિય પુરુષ-ડોલારા,તા. વ્યારા, 35 વર્ષિય મહિલા-ઝરણપાડા,તા.ઉચ્છલ, 37 વર્ષિય મહિલા-બાબરઘાટ,તા.ઉચ્છલ, 60 વર્ષિય પુરુષ-મીરકોટ,તા.ઉચ્છલ, 22 વર્ષિય પુરુષ આનંદપુર,તા.ઉચ્છલ, 52 વર્ષિય મહિલા-નિઝર, 45 વર્ષિય પુરુષ -દેવાળા,તા.નિઝર, 62 વર્ષિય મહિલા-નિઝર, 38 વર્ષિય પુરુષ –કુકરમુંડા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationબોટાદમાં એકટીવાની ડીકીમાંથી ઘરેણાની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરાઈ
November 25, 2024સિહોરનાં સણોસરા ગામે બાઈક અડફેટે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
November 25, 2024જામનગરમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાથી ભારે દોડધામ મચી
November 25, 2024