સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દાદાને હોળી (પૂર્ણિમા)ના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને રંગ પણ ધરાવવામાં આવ્યા હતા. સાળંગપુરધામમાં યોજાયેલા ગુજરાતના સૌથી મોટા ભવ્ય રંગોત્સવમાં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર સાત કલરના 51,000 કિલો રંગોનો ભવ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો. સાત પ્રકારના સપ્ત ધનુષના રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરથી મગાવવામાં આવ્યા અને એકદમ નેચરલ પાઉડર કલર ઉપયોગ કરવામાં આવ્યો. જેની આપણા શરીર પર કોઈ નેગેટિવ ઇફેક્ટ પડતી નથી. ખાસ કરીને આ રંગોત્સવને વધારે મનોરંજક બનાવવા માટે નાસિક ઢોલના 60 ઢોલીઓના સેટ દ્વારા ઢોલના તાલે હજારો લોકો ઝુમ્યા હતા.
આ રંગોત્સવના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો મંદિર પરિસરને કલરફુલ કાપડથી સુશોભન કરવામાં આવ્યું. 400 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર કલર બ્લાસ્ટ કરવામાં આવ્યો અને એ લગભગ લગભગ 60 થી 70 ફૂટ જેટલા ઊંચા જશે અને મંદિર પ્રાંગણમા રહેલા તમામ ભક્તો પર એ બ્લાસ્ટ દ્વારા કલર ઉડાડી ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યુ. દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ લગભગ 10,000 કિલો કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવ્યા. દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેનો આ ભવ્ય હોળી ઉત્સવ 2024 ખૂબ જ આધ્યાત્મિક અને ભવ્યતાથી ઉજવાયો. ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો-યુવતીઓ,વૃદ્ધો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાતભરમાંથી લોકો આવ્યા હતા. સંતો અને 1 લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application