Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો

  • August 20, 2021 

સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિગ એસોસિયેશન દ્વારા 25માં વર્ષે રક્ષા બંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારી સામે દિવસ-રાત ખડે પગે રહી દર્દીઓની સેવા કરનારા કોરોના વોરિયર્સનો જુસ્સો બુલંદ રહે અને તેવો સુરક્ષિત રહે તેવા ઉમદા હેતુ ભાઈ-બહેન અતુટ પ્રેમ સમા એવા રક્ષા બંધનના તહેવારની ઉજવણી નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી હતી. મહિલા ધારાસભ્ય, દિવ્યાંગ હેની સંધવી અને નર્સિંગ સ્ટાફે નવી સિવિલ ખાતે ડોક્ટરો, સફાઈ કર્મચારીઓ, ઓકિસજન પ્લાન્ટ પર કાર્ય કરતા કર્મયોગીઓ તથા દર્દીઓ સહિતના ભાઈઓને રક્ષાસૂત્ર રાખડી બાંધીને પર્વની યાદગાર ઉજવણી કરી હતી. જ્યારે તેઓએ વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓને રાખડી બાંધીને તેમની સલામતી અને જલ્દી સાજા થાય તેમજ તેમના સુખમય અને આરોગ્યપ્રદ જીવનની મંગલકારી પ્રાર્થના પણ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application