Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા પ્રજાસત્તાક દિનની ઉજવણી પરેડ માં PSI પાઠક ની પરેડને પ્રથમ સ્થાન પ્રાપ્ત થતા સન્માન કરાયું

  • January 28, 2021 

રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ પરેડ ટીમો એ પોત પોતાની પરેડ નું પ્રદર્શન કર્યું હતું જેમાં નર્મદા પોલીસ માં સિંઘમ ની છાપ ધરાવતા પીએસઆઇ કે.કે. પાઠક ની પરેડ ને પ્રથમ સ્થાન પ્રાપ્ત થતા નર્મદા કલેક્ટર ડી.એ.શાહ દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે પીએસઆઇ પાઠકે અગાઉ પણ નિર્ભયા સ્કોડ સહિત અનેક સરાહનીય કાર્ય નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ના માર્ગદર્શન હેઠળ કર્યા હોય જેમાં ઘણા સન્માન મળ્યા હતા જેથી તેમની ઓળખ સિંઘમ તરીકે થાય છે ત્યારે આજે પણ પ્રજાસત્તાક દીને વધુ એક ઉમદા કાર્ય માં પરેડ માં પ્રથમ નંબર મેળવી નર્મદા પોલીસનું નામ ઊંચું કર્યું છે.ત્યારે આ તમામ સરાહનીય કાર્યો અને સન્માન બદલ તેમને કમગીરી ફક્ત નર્મદા જિલ્લામાં માં નહિ બલ્કે ઘણા જિલ્લાઓમાં બિરદાવાઈ રહી છે. (ભરત શાહ દ્વારા-રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application