રાજપીપળા ના સોનિવાડ વિસ્તારમાં રહેતા પ્રગ્નેશ જાયેંદ્રપ્રસાદ ઉપાધ્યાય ની ફરિયાદ અનુસાર એ.ટી.એમ કાર્ડનો નંબર જનરેટ થતો ન હોય જે બાબતે તેમને એસ.બી.આઇમાં બે મહિના પર કપ્લેન કરેલ હોય અને મો.નં-૯૪૫૮૫૫૩૪૩૯ થી તેમના મોબાઇલ ઉપર ફોન કરી હિન્દી ભાષામાં વાત કરનાર ઇસમેં હું એસ.બી.આઇ કેડીટકાર્ડ ઓફીસ માથી બોલુ છુ, તમારૂ ક્રેડીટ કાર્ડ એક્ટીવ કરાવવાનું છે તેવી વાત કરી હતી.
તેમણે ક્રેડીટ કાર્ડ કેન્સલ કરાવવા માટે જણાવતા કેડીટ કાર્ડ કેન્સલ કરાવવા માટે તેમની પાસે ક્રેડીટ કાર્ડ ઉપરનો ૧૬ આંકડાનો નંબર તેમજ કાર્ડ પાછળનો ત્રણ આંકડાનો નંબર માગતા એ આપેલો ત્યારબાદ તેમના મોબાઇલ નંબર ઉપર આવેલ ઓ.ટી.પી નંબર માંગતા તે પણ આપતા તેમના કેડીટ કાર્ડ નંબર માથી રૂ ૭૪.૪૫૫ નું ટ્રાન્ઝકશન કરી વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુન્હો કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ પીઆઇ આર.એ.જાદવ કરી રહ્યા છે. (ભરત શાહ દ્વારા-રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application