Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અગ્નિકાંડ કેસમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી

  • May 29, 2024 

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે, પોલીસ તંત્ર પર ઝડપી કાર્યવાહી કરવા દબાણ છે. એવામાં આ અગ્નિકાંડ કેસમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. એહેવાલો મુજબ કિરીટસિંહ જાડેજા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આજે સાંજ સુધીમાં તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.રાજકોટના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગેમ ઝોનનું સંચાલન કરતા રેસવે એન્ટરપ્રાઈઝના ભાગીદાર કિરીટસિંહ જાડેજાની 28 મેના રોજ રાજકોટ-કાલાવડ રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી.


28 જિંદગીઓનો ભોગ લેનાર TRP ગેમઝોનના છ ભાગીદારો ધવલ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી અને રાહુલ લલિતભાઈ રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો. તમામ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.આ છ આરોપીઓમાંથી પાંચ ઝડપાઈ ગયા છે, એક આરોપી પ્રકાશ હિરણ આગમાં મૃત્યુ પામ્યો છે.25 મેના રોજ ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા હતા, આગનો ભોગ બનેલા લોકોના મૃતદેહની ઓળખ કરવા DNA ટેસ્ટની મદદ લેવામાં આવી રહી છે. DNA ટેસ્ટના સેમ્પલ્સને ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં 25 જેટલા મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે અને સંબંધીઓને સોંપવામાં આવ્યા છે.”


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application