રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે આગામી 28 તારીખ સુધી ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં તારીખ 27 અને 28 ડિસેમ્બરે કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહીને પગલે માવઠું પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ એટલે કે 26 ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનની સંભાવના છે.
જ્યારે 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના 15 જિલ્લા અને 28 ડિસેમ્બરે 13 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે 27 ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. 28 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500