Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં વરસાદનો વિરામ

  • September 17, 2021 

છેલ્લા એક સપ્તાહથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને ઘમરોળનાર મેઘરાજાએ આજે વહેલી સવારથી વિરામના મુડમાં નજરે પડ્યા છે. ગઇકાલ બાદ આજે પણ સવારથી શહેરના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં સિવાય મોટા ભાગના વિસ્તારોમાં વાદળોની અવર-જવર વચ્ચે વરસાદે વિરામ લીધો હતો. બીજી તરફ કોઝવેની સપાટી પણ ૩૪૦.૦૪ ફુટે પહોંચી છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદના અભાવ વચ્ચે ઇનફલો ૪૦ હજારે પહોંચ્યો છે. જેની સામે ૨૨ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્નાં છે. હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી શહેરના વરાછા ઝોન-એમાં ત્રણ મીમી, ઉધનામાં બે મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય તાલુકાઓમાં બારડોલીમાં બે મીમી, ઓલપાડમાં નવ મીમી અને વાલોડમાં બે મીમી વરસાદ પડ્યો છે. અલબત્ત, અન્ય તમામ તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application