સુરત જિલ્લાના ગોથાણ રોડ-રંગોળી ચોકડીથી કીમ રોડ વચ્ચે આવેલા રેલ્વે ક્રોસિંગ નં.૧૫૦ ખાતે રોડ ઓવર બ્રીજ બનાવવા માટે વાહન વ્યવહાર સરળતાથી ચાલે તથા ટ્રાફીક અવરોધ ઉભો ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી. વસાવાએ એક હંગામી જાહેરનામા દ્વારા તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી રેલ્વે ક્રોસીંગ ૧૫૦ને બંધ રાખવા હુકમ કર્યો છે.
વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર દક્ષિણ દિશામાં ગોથાણ ફાટક નં.૧૪૯ તથા ઉત્તરે સાયણ રેલ્વે ઓવરબ્રીજ ઉપરથી થઇ શકશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application