કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરત ખાતે આવ્યા હતા. બપોરે ૨ કલાકે સુરત ઍરપોર્ટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લેન્ડિંગ કર્યા બાદ લગભગ ૨.૩૦ વાગે કોર્ટ તરફ રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે મોદી અટક બાબતે ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીને લઇને તેમની સામે બદનક્ષીનો કેસ સુરતના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો. રાહુલ ગાંધીના આગમન પૂર્વે કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તો કોંગ્રેસના નેતાઓ પણ સુરત આવી પહોંચ્યાં છે. રાહુલ ગાંધીના એરપોર્ટથી લઈને કોર્ટ સુધીના રસ્તામાં સ્વાગત કરતાં બેનર લગાવવામાં આવ્યાં છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટક ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકતા તેમણે દેશના કૌભાંડોની વાત જાહેર મંચ ઉપરથી કરી હતી.
તે સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યા હતા તેમાં નીરવ મોદી અને લલિત મોદીનું નામ પણ બહાર આવ્યું હતું. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું કે, આ તમામ કૌભાંડીઓ અને ચોરોના નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે એ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના મોદી અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભા વિધાનસભાના ધારાસભ્ય પોલીસ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કર્યો હતો. ફરિયાદી પક્ષ દ્વારા આ સમગ્ર કેસની અંદર વધુ સાક્ષીઓના તપાસ થવી જોઇએ એ પ્રકારની હાઇકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી. જેને નામદાર કોર્ટે મંજૂર કરતાં અન્ય બે જેટલા સાક્ષીઓના નિવેદન લેવાયા હતા.
ત્યારબાદ રાહુલ ગાંધીને ફરી પોતાનું વધારાનું નિવેદન આપવા માટે હાજર રહેવાનો હુકમ કર્યો હતો. જેથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરત ખાતે બપોરે ૨ કલાકે સુરત એરપોર્ટ પર આવ્યા હતા. ત્યારબાદ સુરતમાં મુખ્ય બે સ્થળો પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સુરત શહેર કોંગ્રેસ દ્વારા એસવીએનઆઈટી સર્કલ અને પૂજા અભિષેક ટાવર પાસે કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કર્યુ હતુ. તેમજ સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતની કોંગ્રેસની ટીમ દ્વારા એરપોર્ટથી એસવીએનઆઈટી સુધી બે પોઇન્ટ બનાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરતા નજરે પડયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500