આગામી દિવસોમાં જિલ્લા/તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર છે. તે અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ સુરૂચિ અથવા નીતિભંગ ન થાય એવા કૃત્યો કરવા પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ છટાદાર ભાષણો આપવા, ચાળા પાડવા, અથવા નકલો કરવા, ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવા, દેખાડવા અથવા તેનો ફેલાવો કરવા અથવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણો કરવાની, ચાળા પાડવાની અને તેના ચિહ્નો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની દેખાદેખી અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો પર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.28/01/2021 થી તા.06/03/2021 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500