ભારતના 72 થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસો ખૂટતાં તેની સીધી અસર ઉદ્યોગો પર પડી રહી છે. કોલસાના ત્રણ ગણા ભાવો અને એડવાન્સ પેમેન્ટના કારણે વાપીની પેપર મિલોની હાલત કફોડી બની રહી છે. વાપી જીઆઇડીસીની 40 પૈકી 5 પેપર મિલોમાં કોલસાનાં અભાવે કામગીરી ઠપ થઇ ગઇ છે. આ પાંચેય પેપર મિલોમાં પ્રતિદાન 500 ટન પેપરનું ઉત્પાદન થતું હતું. આગામી દિવસોમાં અન્ય પેપર મિલો પણ બંધ થઇ શકે છે. ઉદ્યોગોમાં કોલસાના પ્રતિ ટન રૂપિયા 5000 હતા, પરંતુ હાલ આ ભાવ રૂ.15 હજાર પર પહોંચ્યો છે. કોલસાની આયાત ઘટી જતાં પેપરમિલોને સપ્લાય ઓછી થઇ રહી છે. આવી જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં અન્ય પેપરમિલોને પણ તાળા લાગશે. વાપીની પેપરમિલોમાં મહિને 60 હજાર ટન કોલસાનો વપરાશ થઇ રહ્યો છે. પણ કોલસાની અછત ઊભી થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application