સોનગઢના જે.કે. પેપર ગેટ સામે જાહેરનામાનો ભંગ બદલ એક શખ્સ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન જે.કે. પેપર ગેટ સામે આવેલ શીતલ હોટલ નામની ચા-નાસ્તાની દુકાન ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ચા બનાવનાર ઇસમે માસ્ક સુધ્ધા પહેર્યું ન હતું અને ગ્રાહકો વચ્ચે કોઈ પણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું.
આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈની ફરિયાદના આધારે ચા બનાવનાર ફિલિપભાઈ સામાભાઈ ગામીત રહે, પ્રો.ટોકરવા ગામ, દાદરી ફળિયું તા.સોનગઢનો ના વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (ફોટો,યુવરાજ પ્રજાપતિ-સોનગઢ )
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500