Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં જાહેનામાનો ભંગ કરનાર દુકાનદારો સહિત 6 સામે કાર્યવાહી

  • April 11, 2021 

સોનગઢ નગરમાં શનિવારે જાહેનામાનો ભંગ કરનાર દુકાનદારો સહિત 6 સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

 

 

 

 

સોનગઢના પાલિકા બજારની સામે આવેલ ક્રિષ્ના સ્વિટ દુકાનમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. આ ગ્રાહકો વચ્ચે કોઈપણ પ્રકારનું સોશિયલ ડીસ્ટન્સ જળવાયું ન હતું. હાલમાં જીલ્લા કલેકટરે કોરોના સંક્રમણને રોકવા બહાર પડેલ જાહેરનામાં પ્રમાણે દુકાનમાં ઉપસ્થિત સ્ટાફે હેન્ડ-ગ્લોઝ પહેર્યા ન હતા અને દુકાનમાં સેનિટાઈઝરની વ્યવસ્થા પણ ન હતી. તો કેટલાક દુક્નાદારોએ મોઢે માસ્ક પહેર્યું ન હતું તેથી આજરોજ સોનગઢ નગરના જુદાજુદા વિસ્તારોમાં દુકાનદારો સહિત કુલ 6 સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

કોની કોની સામે કાર્યવાહી થઇ ?? એક નજર કરીએ

 

  1. સોનગઢ પાલિકા બજારની સામે આવેલ ક્રિષ્ના સ્વિટમાં લુંબારામશંકરરામ ચૌહાણ
  2. જનતાનવી-અમીન ટેલરની દુકાનમાં મોહમદ જમીલ નુરમોહમદ અંસારી
  3. લક્ષ્મી પ્લાઝા ખાતે ચાની લારી પર તેજસ મનુભાઈ ગામીત અને વિશાલ છોટુભાઈ સૂર્યવંશી
  4. ધીરજ હોસ્પિટલ પાછળ આવેલ દુકાનમાં મંજુરખાન અખબરખાન પઠાણ
  5. ઇસ્લામપુરા ટેકરા પર આવેલ હોટલમાં સમીર હુસેન કરીમ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application