સોનગઢ નગરમાં રવિવારે જાહેનામાનો ભંગ કરનાર જ્યુસના દુકાનદાર સહિત 5 કસુરવારો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.
સોનગઢના સેન્ટ્રલ ચાર રસ્તા પાસે આવેલ માં શીતલા જ્યુસ સેન્ટર નામની દુકાનમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. દુકાન માલિકે પોતાની તથા ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સોશિયલ ડીસ્ટન્સ જાળવ્યું ન હતું. હાલમાં જીલ્લા કલેકટરે કોરોના સંક્રમણને રોકવા બહાર પડેલ જાહેરનામાં પ્રમાણે દુકાનમાં ઉપસ્થિત સ્ટાફે હેન્ડ-ગ્લોઝ પહેર્યા ન હતા અને દુકાનમાં સેનેટાઈઝરની વ્યવસ્થા પણ ન હતી.
તેમજ નગરના જુદાજુદા વિસ્તારમાં પોલીસ ચેકિંગ દરમિયાન અન્ય કેટલાક દુકાનદારોએ મોઢે માસ્ક સુધ્ધા પહેર્યું ન હતું. તેથી આજરોજ સોનગઢ નગરના મચ્છી માર્કેટ, લક્ષ્મી મોલ તેમજ ટેકરા ફળિયા વિસ્તારમાં હાઇવેની બાજુમાં આવેલ દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં દુકાનદારો સહિત કુલ 5 જેટલા કસુરવારો સામે જાહેરનામાંનો ભંગ બદલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કોની કોની સામે કાર્યવાહી થઇ ?? એક નજર કરીએ
- આદીલ સુલતાન પંજારી, ટેકરા ફળિયું-હાઇવેની બાજુમાં આવેલ દુકાનમાં,તા.સોનગઢ
- ફિરોજમીંયા રફીકમીંયા વજીસદાર, ટેકરા ફળિયું-હાઇવેની બાજુમાં આવેલ દુકાનમાં,તા.સોનગઢ
- સોહેલ મોહમદ સોકતઅલી દાવજી રહે, મચ્છી માર્કેટ તા.સોનગઢ
- પ્રકાશ લાલતા સોનકર, સેન્ટ્રલ ચાર રસ્તા પાસે,માં શીતલા જ્યુસ સેન્ટર તા.સોનગઢ
- લક્ષ્મણ પ્રભુ ભોગરા, લક્ષ્મી મોલ, મહાદેવ સાડીનું દુકાનમાં તા.સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500