વ્યારા નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શ્રી સાંઈ શિવમ એન્ટરપ્રાઈઝ દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર લોભામણી ઇનામી ડ્રો યોજના ચલાવામાં આવી રહી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. શ્રી સાંઈ શિવમ એન્ટરપ્રાઈઝ ના સંચાલકો અહીંના મળતીયાઓ સાથે મળી દરેક સભ્યને ફરજીયાત ઇનામ લાગવાની ગેરેંટીની આડમાં મોટા પાયે ઇનામી ડ્રો યોજના શરૂ કરી હોવાની ચોંકવનારી માહિતી પ્રકાશમાં આવી છે. ઇનામી ડ્રો યોજના ના નામે ગરીબ આદીવાસીઓને મોટા ઇનામો આપવાની લાલચ આપી રહ્યા હોય જેમાં આ વિસ્તારના ગરીબ આદિવાસી લોકોની મહેનતની કમાણી આવી લોભામણી ઇનામી ડ્રો યોજનામાં હોમાઇ તે પહેલાં પોલીસ આળસ ખંખેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.
સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર તાપી જિલ્લાના વડા મથક વ્યારા ના જુદાજુદા ગ્રામ્ય એરિયામાં શ્રી સાંઈ શિવમ એન્ટરપ્રાઈઝના સંચાલકો દ્વારા અહીંના પોતાના મળતીયાઓ દ્વારા દરેક સભ્યને ફરજીયાત ઇનામ લાગવાની ગેરેંટી સાથે અહીંના લોકોને લોભામણી લાલચ આપી શ્રી સાંઈ શિવમ એન્ટરપ્રાઈઝ નામે મોટા પાયે ઇનામી ડ્રો યોજના શરૂ કરી ઇનામી ડ્રો યોજનાના કાર્ડ વેચાણ કરી રહ્યા હોય આવી લોભામણી ઇનામી ડ્રો યોજના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં ગરીબ આદિવાસીઓને મોટા ઇનામો આપવાની લાલચ આપી એજેન્ટોની મદદથી ઇનામી ડ્રો યોજના ના કાર્ડોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના લીધે ગ્રામ્ય વિસ્તારની ગરીબ આદીવાસી પ્રજા મોટા ઇનામો લાગવાની લાલચે શ્રી સાંઈ શિવમ એન્ટરપ્રાઈઝ નામની ઇનામી ડ્રો યોજનાના કાર્ડ ખરીદી ફસાઇ રહ્યા હોવાની વ્યાપક બુમરાણ ઉઠવા પામી છે.
વ્યારા સહિતના આસપાસના વિસ્તારોમાં શ્રી સાંઈ શિવમ એન્ટરપ્રાઈઝ નામની ઇનામી યોજનાના કાર્ડ લઇને ફરતાં અસંખ્ય એજેન્ટોને શ્રી સાંઈ શિવમ એન્ટરપ્રાઈઝ દ્વારા મસમોટી રકમ કમિશનના રૂપમાં આપવામાં આવે છે. જેના કારણે બેકાર બેઠેલા યુવકો ગેરકાયદેસર ચલાવામાં આવતી આવી લોભામણી ઇનામી ડ્રો યોજનામાં વધુ કમીશન મેળવવાની લાલચે નોકરી કરી રહ્યા છે. જેથી આવી લોભામણી ઇનામી યોજનાના કાર્ડ વહેંચનારા એજેન્ટોની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે, તાપી જિલ્લાના વિસ્તરોમાં શ્રી સાંઈ શિવમ એન્ટરપ્રાઈઝ ના સંચાલક દ્વારા ચલાવવામાં આવતી આવી લોભામણી ઇનામી ડ્રો યોજનામાં હજારો ગરીબ આદીવાસીઓની મહેનતીની કમાણી હોમાઇ અને પોલીસ મથકે ન્યાય મેળવવા લોકોનો ધસારો વધે તે પહેલાં પ્રમાણિક પોલીસ અધિકારીઓ શ્રી સાંઈ શિવમ એન્ટરપ્રાઈઝ ના નામે ઇનામી ડ્રો યોજના ચલાવતા એજેન્ટો અને સંચાલકોની તપાસ હાથ ધરી લોભામણી ઇનામી ડ્રો યોજના ચલાવનારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500