Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાની શાળાના શિક્ષકને મળ્યા : બે હાથ જોડી પ્રણામ કર્યા, વ્યારાના આ શિક્ષક કોણ છે ?? વિગત જાણો

  • June 11, 2022 

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો ગુજરાત પ્રવાસ હંમેશા કંઈક ખાસ બની જાય છે. આ વખતે તેમનો ગુજરાત પ્રવાસની એક ખૂબ જ સુંદર તસવીર સામે આવી છે. આ તસવીરમાં પ્રધાનમંત્રી પોતાના ચાહનારાઓના ઘેરામાં નહી, પંરતુ તે વ્યક્તિને મળી રહ્યા છે, જેમણે નાનપણમાં તેમને ભણાવ્યા હતા. 



આ તસવીર નવાસારી ની બતાવવામાં આવી રહી છે, જ્યાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતાની સ્કૂલના શિક્ષક સાથે મુલાકાત કરી હતી. તેમની સ્કૂલના શિક્ષકનું નામ જગદીશ નાઈક છે. હાલ જગદીશભાઈની ઉંમર  ૮૮ વર્ષની છે, તેઓ હાલ તાપી જિલ્લાના વ્યારા ખાતે લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રધાનમંત્રી આ તસવીરમાં પોતાના શિક્ષકને બંને હાથ જોડીને પ્રણામ કરી રહ્યા છે, જ્યારે તેના પહેલાના સ્કૂલના શિક્ષક તેમના માથા પર હાથ રાખીને તેમને આર્શીવાદ આપી રહ્યા છે.


...




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application