સોનગઢમાં દારૂના નશામાં ભાન ભૂલેલા સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખે શુક્રવારે ભારે ધાંધલ મચાવી હતી. નગરમાં પોલીસ સ્ટાફના માણસો માસ્ક વગરના ફરતા લોકો સામે કાર્યવાહી કરી રહ્યા હતા તે વખતે છાકટા બનેલા પ્રમુખે પોલીસ સાથે જીભાજોડી કરી નાલાયક ગાળો આપી તોડી લેવાની ધમકી આપી હતી. જેનો એક વિડીયો સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જોકે પોલીસે પણ યુસુફ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
કોઈ કેફી પીણું ઢીંચી નશામાં ભાન ભુલેલા કોંગ્રસ શાસિત સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ યુસફ ગામીતે શુક્રવારે ભારે ધાંધલ મચાવી હતી.મળતી માહિત અનુસાર સોનગઢ ટ્રાફિક પોલીસ સ્ટાફના માણસો સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં નગરમાં આવેલ તાપી કોમ્પલેક્ષ પાસે સરકારી વાહનમાં બેસી માસ્ક વગરના ફરતા લોકો સામે કાર્યવાહી કરી રહ્યા હતા તે વખતે સોનગઢ તાલુકા પંચાયતનો પ્રમુખ યુસુફ પુનિયાભાઈ ગામીત રહે, ગાયસવાર તા.સોનગઢ નાનો નશા યુક્ત હાલતમાં ત્યાં આવી પહોચ્યો હતો અને તોતડાતી જીભે પોલીસને કહેવા લાગેલ કે,તમે મારી પત્ની ની ગાડી કેમ રોકેલ, તેમ કહી નશાની હાલતમાં પોલીસ સાથે લવારા બકવાસ કરવા લાગ્યો હતો. જોકે ઘટના અંગે જીલ્લાના ડીવાયએસપી અને સોનગઢ પીઆઈને જાણ થતા પોલીસનો એક કાફલો લઈ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને યુસુફ ગામીતને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં તાલુકા પંચાયતનો પ્રમુખ યુસુફ ગામીતના મોઢામાંથી કોઈ કેફી પીણાની પુષ્કળ વાસ આવતી હોઈ અને યુસુફ પોતાના શરીરનું સમતોલપણ જાળવી શકતો ન હોઈ અને તેની આંખો લાલચોળ હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસ સાથે જાહેરમાં જીભાજોડી કરી નાલાયક ગાળો આપી તોડી લેવાની ધમકી આપનાર યુસુફ ગામીત વિરુદ્ધ ટ્રાફિક શાખાના હેડકોન્સ્ટેબલની ફરિયાદના આધારે યુસુફ વિરુદ્ધ માત્ર દારૂ પીધેલાનો ગુનો એટલે કે, પ્રોહીબીશન એક્ટની કલમ 66(1)બી અને 85(1) મુજબ જ ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો અનુસાર યુસુફ ગામીતની પત્નીએ ટ્રાફિક શાખાના માણસો વિરુદ્ધ એક અરજી પણ આપી હોવાનું જાણવા મળ્યું છે.
આપને અહીં એ પણ જણાવી દઈએ છીએ કે, કોંગ્રેસ શાસિત સોનગઢ તાલુકા પંચાયતનો પ્રમુખ યુસફ ગામીત નશાની હાલતમાં પોલીસ સાથે લવારા બકવાસ કરતો વિડીયો સોસીયલ મીડિયા વાયરલ થતા કોંગ્રસની ઈજ્જતનું પણ ધોવાણ થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500