રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 8 હાઈકોર્ટ માટે 17 જજોની નિમણૂક પર મંજુરીની મહોર મારી છે, જ્યારે 16 જજોની બદલી પણ કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં 4, બોમ્બે હાઈકોર્ટમાં અને કેરળ હાઈકોર્ટમાં 3-3, દિલ્હી હાઈકોર્ટ અને ત્રિપુરા હાઈકોર્ટમાં 2-2 તેમજ ગુજરાત, છત્તીસગઢ અને કર્ણાટક હાઈકોર્ટમાં 1-1 જજની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ હાઈકોર્ટના 16 જજોની બદલીની મંજૂરી પર પણ મહોર મારી છે.
નિમણૂક કરાયેલ 17 જજોની યાદી આ પ્રમાણે છે...
- આંધ્રપ્રદેશ હાઈકોર્ટ - હરિનાથ નુનેપલ્લી, કિરણમયી મંડાવ ઉર્ફે કિરણમયી કનાપાર્થી, સુમતિ જગદમ, ન્યાપતિ વિજય,
- બોમ્બે હાઈકોર્ટ - અભય જૈનારાયંજી મંત્રી, શ્યામ છગનલાલ ચંડોક, નીરજ પ્રદીપ ઘોટે,
- કેરળ હાઈકોર્ટ - જૉનસન જૉન, ગોપીનાથ યૂ ગિરિસ, સી.પ્રદીપ કુમાર,
- દિલ્હી હાઈકોર્ટ - એડિશનલ જજ તરીકે શલિંદર કૌર, રવિન્દ્ર જુડેજા,
- છત્તીસગઢ હાઈકોર્ટ - વકીલ રવિંદ્ર કુમાર અગ્રવાલ,
- કર્ણાટક હાઈકોર્ટ - વકીલ કે.વી.અરવિંદ,
- ત્રિપુરા હાઈકોર્ટ - ન્યાયિક અધિકારી બિસ્વજીત પાલિત, સબ્યસાચી દત્ત પુરકાયસ્થ,
- ગુજરાત હાઈકોર્ટ - ન્યાયિક અધિકારી વિમલ કનૈયાલાલ વ્યાસ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application