સુરત મ્યુનિ. વિસ્તારમાં 15 થી 18 વર્ષના વય જુથ ધરાવતાં 1.82 લાખ વિદ્યાર્થીઓને માત્ર 6 દિવસમાં પાલિકા તંત્રએ વેક્સીન આપવા માટેની તૈયારી કરી લીધી છે. 100 ટીમ સ્કુલે જઈને વેક્સીન આપશે. સરકાર દ્વારા 15 થી 18 વર્ષના ટીન એજર્સને કોરોના વિરોધી વેક્સીન આપવાની જાહેરાત બાદ મ્યુનિ.એ સર્વે કર્યો હતો. શહેરમાં મ્યુનિ. સંચાલિત સુમન સ્કુલ, ખાનગી સ્કુલ અને ગ્રાન્ટેડ સ્કુલ મળીને 560 સ્કુલોમાં 1.80 લાખ વિદ્યાર્થીઓ 15 થી 18 વર્ષની વચ્ચેના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે વાટાઘાટ બાદ ખાનગી સહિતની સ્કુલોમાં જ વેક્સીનેશન સેન્ટર ઉભા કરવા તૈયારી શરૂ કરાઇ છે.વેક્સિન આપવા પાચથી 6 સભ્યોની 100 ટીમ મ્યુનિ.એ બનાવી છે. કોવેક્સિનમાં આડઅસર થતી નથી પણ વિદ્યાર્થીને રીએકશન થાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ વાહન વ્યવસ્થાનું આયોજન કરાયું છે. 560 સ્કુલના નોડલ ઓફિસર આચાર્ય સાથે પાલિકાની ટીમે વાટાઘાટ શરૂ કરી દીધી છે. આ એજ ગૃપ ધરાવતાં વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્કુલ તૈયાર થઈ જાય તો સુરતમાં માત્ર 6 દિવસના ગાળામાં 1.82 લાખ વિદ્યાર્થીઓને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application