સુરતની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં સિઝનલ ફ્લૂ ઓપીડીમાં ગતરોજ સવારે સ્લેબનો ભાગ તૂટીને સર્વન્ટ વિમલબાઈ પાટીલ પર પડયો હતો. જેના લીધે સિવિલ તંત્રમાં ભાગ દોડ મચી ગઈ હતી. નવી સિવિલની જુની બિલ્ડિંગમાં ઘણા વર્ષો પહેલા બાંધકામ થયુ હતુ જેથી બિલ્ડિંગ જર્જરિત થઇ ગઇ હતી. બિલ્ડીંગના કેટલાક ભાગમાં સ્લેબના ભાગ તથા પોપડા અને ફોલ સિલિંગ સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી હતી. જુની બિલ્ડીંગને તોડીને નવી બનાવે ત્યાં સુધી કિડની બિલ્ડીંગમાં દર્દીઓને શિફ્ટ કરવા જોઇએ તેવો મત ડોકટરો અને સ્ટાફનો હતો. સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યુ કે, જુની બિલ્ડીંગના મેડીસીન વિભાગના વોર્ડના દર્દીઓને તથા ડાયાલીસીસ વિભાગને સિવિલની કિડની બિલ્ડીંગમાં શિફ્ટીંગ કરવા માટે તૈયારી શરૂ કરી છે. જોકે, આ અંગે રાજ્યના આરોગ્ય અધિકારીને જાણ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application